Saturday 16 June 2012

Never Give up - મારી પ્રેરણા


This is one of my favorite inspiring poem.... 


ગઝલ ની એકેક કડી મા ટપકતી ખુમારી નવુ જોશ અને ઉત્સાહ જગાડે

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી
જવાના.
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે,
થોડા મરી જવાના ?
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના
                                                                                              - અમૃત ઘાયલ.



જીવન નું બીજું નામ એટલે મુશ્કેલીઓ,પડકારો ,સતત ઝઝુમતા રેહવું  અને જીવન નામ ના  ઉત્સવ ને ઉમંગ થી ઉજવવો. સફળતા અને નિષ્ફળતા મળી ને તોહ જીવન નો રણકાર જન્મે છે..લેખક વિનોદ જોશી ની નવલકથા મોરપીંછ નું એક વાક્ય બહુ સરસ છે જેમાં જીવન નો અનોખો સાર છે....વાવાઝોડા ની આરતી ઉતારવાનું  નામ એટલે જીવન.
  

                                                                               - આભા કલૈયા
(નવી પોસ્ટ સાથે નવા વિષય સાથે ફરી મળીશું.)

1 comment:

  1. Awesome ma'am plz.. continue with such a nice poems...

    it was outstanding...

    waiting for next post...:)

    ReplyDelete